fbpx
અમરેલી

ધારી આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવેલા પરિવારની કારમાંથી રૂપિયા 1.87 લાખની ચોરી

બાેટાદ તાલુકાના ઉગામેડીમા રહેતા અેક શિક્ષક પરિવાર પાેતાની કાર લઇને ધારી આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ દર્શન કરવા અાવ્યાે હતાે. અા દરમિયાન ગ્રાઉન્ડમા પાર્ક કરેલ કારમાથી કાેઇ અજાણ્યાે તસ્કર સાેના ચાંદીના અને રાેકડ ભરેલ પર્સની ચાેરી કરીને લઇ જતા અા બારામા તેમણે ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

કારમાથી ચાેરીની અા ઘટના ધારીમા અાંબરડી સફારી પાર્ક ખાતે બની હતી. ઉગામેડી ગામે રહેતા શિક્ષક સુરજભાઇ શાંતીલાલ પરમારે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમના પરિવાર તેમજ સાઢુભાઇના પરિવાર મળી બે કાર લઇને ઉગામેડીથી ધારી આંબરડી સફારી પાર્ક ખાતે અાવ્યા હતા. તેઅાે બંને કાર લાેક કરીને ગ્રાઉન્ડમા મુકી સિંહ દર્શન માટે ગયા હતા. તેમના પત્નીઅે સાઢુભાઇની કારમા સાેના ચાંદી અને રાેકડ ભરેલ પર્સ મુકયુ હતુ.

બંને પરિવાર સિંહ દર્શન કરી પરત ફરતા તેમના સાઢુભાઇની કાર નંબર જીજે 13 અેઅેચ 8074મા કાેઇ તસ્કરે કાચ તાેડી અંદર રાખેલ પર્સની ચાેરી કરીને લઇ ગયાે હતાે. પર્સમા સાેના ચાંદીના દાગીના અને રાેકડ મળી કુલ રૂપિયા 1.87 લાખના મુદામાલની ચાેરી થઇ હતી. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ ગાેહિલ ચલાવી રહ્યાં છે

Follow Me:

Related Posts