ગીર પૂર્વ વન વિભાગ ધારીના DCF રાજદિપસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી શૈલેષ ત્રિવેદી સાહેબની સૂચના તથા રેડ એલર્ટ પેટ્રોલીંગ અન્વયે અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી પી. એન. ચાંદુના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નોર્મલ રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ સાવરકુંડલા નોર્મલ બીટનાં પલાણીયા વીડીમાં ગેરઘોરણે અપપ્રવેશ કરતાં (1) આકાશ ઘનશ્યામભાઇ ચુડાસમા, રહે. ચુડાસમા અને (2) મુકેશભાઇ હિંમતભાઇ વાઘેલાને યાસીનભાઇ જુણેજા (ફોરેસ્ટર), પ્રદીપસિંહ ચાવડા (ફોરેસ્ટર), પી. સી. થળેસા (ફો.ગાર્ડ) એ પકડી પાડી વન્યપ્રાણી અધિનિયમ-૧૯૭૨ હેઠળની કલમ અન્વયે સાવરકુંડલા રાઉન્ડ ગુન્હા નં. ૫/૨૩-૨૪, તા. ૧૨-૧૧-૨૦૨૩ થી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા એડવાન્સ રીકવરી પેટે રૂા. ૪૦૦૦૦/- (રૂ।. ચાલીસ હજાર) દંડ વસુલ કરવામાં આવ્યો તેમજ મહીન્દ્રા એસ.યુ.વી.-૩૦૦ ગાડીને કબજે લેવામાં આવેલ છે.
ધારી ગીર (પુર્વ) વન વિભાગની સાવરકુંડલા નોર્મલ રેન્જનાં સાવરકુંડલા રાઉન્ડમાં સાવરકુંડલા નોર્મલ બીટનાં પલાણીયા વીડી વિસ્તારમાં ગેરઘોરણે અપપ્રવેશ કરવા બાબત.


















Recent Comments