ધારી ગીર પૂર્વના તુલસીશ્યામના માર્ગ પર તુલસીશ્યામ મંદિર નજીક બે ડાલામથ્થા સિંહો રોડ પર બિરાજમાન હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ધારી ગીર પૂર્વના તુલસીશ્યામના માર્ગ પર જંગલ વિસ્તારના તુલસીશ્યામ મંદિર નજીક બે ડાલામથ્થા સિંહો રોડ પર બિરાજમાન હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વાહનચાલકોને બે સિંહો રસ્તા પર મળી જતા સિંહદર્શનનો અનેરો લાહવો મળ્યો હતો.
બન્ને તરફ મોટી સંખ્યામાં વાહનો આવી જતા અડીંગો જમાવેલ બંને સિંહોને માર્ગ પરથી હટવું પડ્યું હતું. સિંહોને મોબાઈલમાં કેદ કરીને સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા. ભાગ્યેજ જોવા મળતો નજારો તુલસી શ્યામ જતા શ્રધ્ધાળુઓને મફતમાં જોવા મળ્યો હતો.
Recent Comments