ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આવેલા ધાંધા નેસ વિસ્તારમાં વિષમ પરિસ્થિતિમાં પણ આરોગ્ય સુવિધાઓ પહોંચી : મમતા દિન ઉજવાયો
અમરેલી જિલ્લામાં ૧૧ તાલુકાઓ છે. આ તમામ તાલુકાઓમાં ભૌગોલિક વિશેષતાઓ છે. જિલ્લાના ધારી તાલુકો ગીર પૂર્વ વિસ્તારમાં સમાવિષ્ટ છે. આ વિસ્તારમાં નેસ આવેલા છે. આ નેસમાં વસતા પરિવારોને પણ રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે છે.
હાલ વરસાદની સ્થિતિને લીધે ધારીના ધાંધા નેસ વિસ્તારમાં વિષમ પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિમાં પણ આરોગ્ય શાખા દ્વારા મમતા દિવસની કામગીરી કરવામાં આવી હતી. ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. કર્મઠ આરોગ્ય કર્મચારીઓએ વિષમ પરિસ્થિતિમાં પણ તેમનું કર્તવ્ય પૂર્ણ કરી હતી. છેવાડાના માનવી સુધી પહોંચવાના રાજ્ય સરકારના અભિગમને આરોગ્ય સેવાઓ પૂરી પાડી જન – જન સુધી પહોંચાડવામાં આવી છે.
Recent Comments