અમરેલી

ધારી ટાઉનમાંથી બે બુલેટ મોટર સાયકલોની ચોરી કરનાર બે ઇસમોને કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- ના મદ્દુામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુનાઓની વિગતઃ ( ૧ ) ગઇ તા.રર / ૦૬ / ૨૦૨૨ ના રાત્રીના અગિયારેક વાગ્યા થી તા .૨૩ / ૦૬ / ૦ રર ના સવારના છ વાગ્યા દરમિયાન કોઇપણ સમયે ધારી ઉપલી કવાટર્સ પોલીસ લાઈન સામેથી ફરિયાદી જગદીશભાઇ ઉમરભાઇ સંઘારનાઓનું રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ , રજી.નંબર GJ – 14 – AS – 4719 , કિં.રૂ .૯૦,૦૦૦ / – નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે ધારી પોસ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૪૭૧/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ .

( ૨ ) ગઇ તા .૧૧ / ૦૭ / ર ૦ રર ના ક .૨૩ / ૩૦ થી તા .૧૨ / ૦૭ / ૨૦૨૨ ક .૦૭ / ૩૦ વાગ્યા દરમિયાન ધારી , જોષીબાગ , શીવાલય કોમ્પ્લેક્સની બાજુમાં શેરીમાં ફરિયાદી જગદીશભાઇ મોહનભાઇ કાતરીયાનું રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ , રજી.નંબર GJ – 01 – UJ – 6671 , કિં.રૂ .૯૦,૦૦૦ / – નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે ધારી પો.સ્ટે , એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૪૮૭/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા .૨૬ / ૦૭ / ૨૦૨૨ ના અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કુંકાવાવ જકાતનાકા તરફથી બે બુલેટ મોટર સાયકલ ચાલકો બે બુલેટ મોટર સાયકલો ઉપર નીકળતાં અને શંકાસ્પદ જણાતાં , બંને ઇસમોને રોકી ચેક કરતાં , આ બંને બુલેટ મોટર સાયકલો ધારી ટાઉનમાંથી ચોરાયેલ મોટર સાયકલો હોય , બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી , અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) જયદીપ કનુભાઇ વાળા , ઉ.વ .૧૯ , રહે.પાતળા , તા.ધારી , જિ.અમરેલી ( ૨ ) રાજુ રમેશભાઇ ખીમાણીયા , ઉ.વ .૧૯ , રહે . જળજીવડી , તા.ધારી , જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલઃ ( ૧ ) એક રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ , રજી.નંબર GJ – 14 – AS – 4719 , કિ.રૂ .૯૦,000 / ( ૨ ) એક રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ , રજી.નંબર GJ – 01 – UJ – 6671 , કિં.રૂ .૯૦,૦૦૦ / મળી કુલ કિં.રૂ .૧,૮૦,૦૦૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts