અમરેલી

ધારી તથા ખાંભા તાલુકાના ર.૩ કરોડથી વધુ રકમના કામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

સમગ્ર રાજયની સાથોસાથ અમરેલી જિલ્લામાં પણ “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત જિલ્લા અને શહેર કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પંચાયત, શહેરી વિકાસ, સામજિક ન્યાય અને અધિકારિતા, બસ સ્ટેશન સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે.

જિલ્લાના ધારી ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” કાર્યક્રમ અન્વયે ધારી તથા ખાંભા તાલુકાના રુ.૩ કરોડથી વધુ રકમના કામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ધારી તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારી-બગસરા ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, પ્રાંત અધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts