ધારી તાલુકાના ચલાળા ખાતે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા
ધારી પ્રાંત અને ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ધારી તાલુકાના ચલાળા ખાતે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાને સન્માનિત કર્યા હતા. મતદાતાઓ મતદાનના અધિકારથી વંચિત ન રહે અને તેમની રાષ્ટ્ર માટેની આ ઉમદા ફરજ તે અદા કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં વધુમાં વધુ વય ધરાવતાથી લઈ ૧૮ વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા તમામ નાગરિકોને મતદાનનો લાભ મળી રહે તે માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવે છે. મતદાનના મહત્વને સમજાવવા માટે આવી એક પહેલ ધારી તાલુકાના ચલાળા ખાતે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાને સન્માનિત કરી કરવામાં આવી હતી.
Recent Comments