fbpx
અમરેલી

ધારી તાલુકાના પ્રેમપરા ગામમા સેવાસેતુ  કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનનાં પાંચ વર્ષ પૂર્ણ થતા ધારી તાલુકાના પ્રેમપરા ગામમા સેવાસેતુ  કાર્યક્રમ યોજાયો હતો, જેમા પ્રેમપરા, લાઈનપરા, ભરડ, ભાયાવદર અને ડાંગાવદર ગામોના ૧૫૦૦ ઉપરાંત લોકોએ સરકારના વિવિધ કામોનો લાભ લીધેલ હતો.

પ્રેમપરા પ્રાથમિક શાળા ખાતે યોજાએલ આ કાર્યક્રમમા ધારાસભ્ય જે. વી. કાકડીયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ વાઘેલા, પ્રેમપરાના સરપંચ શ્રીમતિ મનિષાબેન ગોબરભાઈ નકુમ, જીલ્લા પંચાયત સદસ્યા શ્રીમતિ કમળાબેન ખોડાભાઈ ભુવા, અશ્ર્વીનભાઈ કુંજડીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા, તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલીયા, જયદીપભાઈ બસીયા, બીચ્છુભાઈ વાળા, ઘનશ્યામભાઈ હિરપરા, મહીલા પ્રમુખ શ્રીમતિ સરોજબેન દેવમુરારી, ભાજપ અગ્રણી સુરેશભાઈ ગમારા, પરેશભાઈ પટ્ટણી, ગોબરભાઈ નકુમ, વિસામણભાઈ ઢોલા, રમેશભાઈ મકવાણા, હિતેષભાઈ જોષી, ભરતભાઈ શેઠ, ગોવિંદભાઈ પરમાર, બહાદુરભાઈ બાયલ, ડી. કે. પટોળીયા, ગૌતમભાઈ દાફડા, પ્રવીણભાઈ દાફડા,   હર્ષદભાઈ રાવળ, જગાભાઈ ભરવાડ, મહેશભાઈ બજાણીયા, ગીરધરભાઈ દોંગા, રમેશભાઈ ડુંગરીયા, જીવરાજભાઈ ખુમાણ, ભીખુભાઈ રાઠોડ, વિનોદભાઈ દાફડા, મેહુલભાઈ સોજીત્રા સહીત અધિકારીઓમા સર્વ નાયબ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી સહીત સરકારી દરેક વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહીને લોકોના વિવિધ કામો અને દાખલાઓ  સ્થળ ઉપર પૂર્ણ કરી આપેલ, પ્રેમપરાના સરપંચ અને ઉપસરપંચશ્રીની નેતૃત્વમા તલાટીશ્રી વી. ઓ. વાળા અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગલચર સાહેબ અને ગામના આગેવાનોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવે.

Follow Me:

Related Posts