અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક કરવામાં આવશે. અમૃતપુર, કથરોટા, ખીચા, કોઠા પીપરીયા, ગરમલી, ઝર, તરશીંગડા, ભાયાવદર, મીઠાપુર, હિરાવા, ભાડેર (કુમાર શાળા), ભાડેર (કન્યા શાળા), સરસીયા, બોરડી ટીમ્બા, મીઠાપુર ડુંગરી, ડાંગાવદર, ચલાળા (પરા શાળા) સહિતના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલક માટે આગામી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં અરજી કરવી. ધો.૧૦ પાસ હોય તેવા સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ મામલતદાર કચેરી ધારી ખાતે જરુરી આધાર પુરાવાઓ સાથે અરજી કરવી. વધુ માહિતી અને વિગત માટે મામલતદાર કચેરી ધારીનો સંપર્ક કરવો, તેમ મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક

Recent Comments