ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ બાંધકામને દૂર કરતું ધારી તાલુકા તંત્ર
લ્લાના ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી સ.નં.170/4/1 ની 580 .00 ચોરસ મીટર જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. ધારી તાલુકા મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દબાણ કરનારા દ્વારકાધિશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રીતે તે દૂર કરવાને બદલે ધારી કોર્ટમાં તે અંગે દાવો દાખલ કરી મનાઈ હુકમની માંગણી કરતા મનાઈ હુકમ મળે તે પહેલા દબાણ દૂર કરવામા આવ્યું છે, તેમ ધારી તાલુકા મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments