ધારી તાલુકાના વિવિધ ગામોમાં સરકારએ મંજુર કરેલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત
ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનનાં પાંચ વર્ષ પૂર્ણ થતા ધારી તાલુકાના વિવિધ ગામોમાં સરકારશ્રીએ મંજુર કરેલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્તોના વિવિધ ગામોમા આયોજન ગોઠવાયા હતા જેના ભાગરુપે આજે તા. ૧ ને રવિવારના રોજ બોરડી ગામમા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ધારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીના વરદ હસ્તે કરવામા આવેલ, આ પ્રસંગે ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી જીલ્લા પંચાયત સદસ્ય શ્રી અશ્ર્વીનભાઈ કુંજડીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી મૃગેશભાઈ કોટડીયા, બોરડીના સરપંચ શ્રી રાજુભાઈ વાળા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મધુબેન જોષી સહીત બોરડી ગામના આગેવાન સર્વ શ્રી વિજયભાઈ વાળા, શ્રી વલ્લભભાઈ વાઘેલા, શ્રી બીચ્છુભાઈ વાળા, શ્રી રમેશભાઈ કારેઠા, શ્રી શંભુભાઈ હડીયા, શ્રી ગોબરભાઈ કોટડીયા, શ્રી કાનજીભાઈ કોટડીયા, શ્રી ભાવેશભાઈ ભટ્ટ, શ્રી હરેશગીરી ગોસાઈ, શ્રી રમણીકભાઈ બાબરીયા, શ્રી કનુભાઈ વસાણી, શ્રી રતિભાઈ વાઘેલા, શ્રી દિનેશભાઈ કાતરીયા, શ્રી સુરેશભાઈ કોટડીયા, શ્રી વશરામભાઈ ઢોલા, શ્રી ભોળાભાઈ ભરવાડ સાથે તલાટી કમ મંત્રી શ્રીમતિ હેતલબેન પરમાર સહીત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Recent Comments