ધારી તાલુકાનું કથીવદર ગામ થયું સમ્પર્ક વિહોણું : અહીં ક્યારે થશે વિકાસ?

ગામનાં સરપંચે ધારાસભ્ય જે.વી.કાકડીયાની સાથે રહીને જિલ્લામાં રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી કામની માગ પૂર્ણ થઈ નથી.
વિકાસશીલ ગુજરાતમાં ગામડાઓની પરિસ્થિતિ ચોમાસા દરમ્યાન નજરે આવતી હોય છે ત્યારે આપણે આ વિકાસશીલ ગુજરાતમાં આવેલ ધારી તાલુકાના કથીવદર ગામની પરિસ્થિતિ ચોમાસામાં સંપર્ક વિહોણું થઈ જાય છે. ચલાળાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલ આ ગામમાં આજે ત્રણ શિક્ષકનું રેસ્ક્યુ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા જેને બચાવવામાં આવ્યા હતા. આ ગામને જોડતો કોઈ પુલ નથી. આ બાબતે કથીવદર ગામના સરપંચ ચમ્પુભાઈ વાળાના જણાવ્યા અનુસાર આ ગામની દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. ચોમાસા દરમ્યાન નદીઓમાં પુર આવે ત્યારે આવતા જતા લોકોને પુર ઓસરે ત્યાં સુધી બેસી રહેવું પડે છે અને પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર અને ગામના લોકો અવરજવર કરી શકે છે. ગામનાં સરપંચે ધારાસભ્ય જે.વી.કાકડીયાની સાથે રહીને જિલ્લામાં રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી કામની માગ પૂર્ણ થઈ નથી. આજ છે વિકાસશીલ ગુજરાતના ગામડાઓની વ્યથા અને કથા. જે ક્યારે સુવિધામાં પરિણમશે એ તો સરકાર જ કહી શ
Recent Comments