ધારી તાલુકા ના ઝર ગામે લલિયા અને સંઘરાજકા પરિવાર ના સંકલ્પ થી સત્તાધારના મહંત પૂ. વિજયબાપુના હસ્તે નૂતન રામજી મંદિરનો શીલાન્યાસ કરવામાં આવ્યો
ધારી તાલુકા ના ઝર ગામે આજે દાઉદભાઈ લલિયા સહિત લલિયા પરિવાર ના સંકલ્પથી અને મુળ ઝર ગામના રહેવાસી અને હાલ ધારી તથા વિદેશ માં વસતા સંઘરાજકા પરિવાર ના તન-મન-ધન ના સહયોગ થી નવા બનનારા નૂતન રામજી મંદિર ના શિલાન્યાસ વિધિ નો કાર્યક્રમ પૂ. આપાગીગા ની જગ્યા-સત્તાધારધામ ના મહંત પૂ. વિજયબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ ના હસ્તે તથા પૂ. દાનબાપુ ની જગ્યા-ચલાલા ના લધુ મહંત પૂ. મહાવીરબાપુ, પૂ. આપાગીગા ગાદી મંદિર-બગસરા ના મહંત પૂ. જેરામબાપુ , ખોડીયાર માતાજી નું મંદિર- નેસડી ના મહંત પૂ. લવજીબાપુ- ધારી ભજન મઢી .ના મહંત પૂ. રસિકગીરીબાપુ . રામજી મંદિર ના પૂજારી પૂ. રમેશબાપુ .તથા સંતો તેમજ ઈકબાલભાઈ લલિયા, જીતુભાઈ સંઘરાજકા દ્વારા વિધિ વિધાન સાથે શિલાન્યાસ વિધિ નો કાર્યક્રમ સંપન્ન થયો.
ઝર ગામે આવેલા વર્ષો જૂના રામજી મંદિર માં તાજેતર માં આવેલા તોકતે વાવાઝોડા ને કારણે મોટી નુકશાની થઈ હતી જે જોઈ ને ઝર ગામના લલિયા પરિવાર ના મોભી અને જિલ્લાના સામાજિક આગેવાન શ્રી દાઉદભાઈ લલિયા એ સંકલ્પ કર્યો કે હવે નવું રામજી મંદિર બનાવી ને જિર્ણોધ્ધાર કરવો છે. નવા રામજી મંદિર બનાવવાની વાત મુળ ઝર ગામના રહેવાસી અને હાલ ધારી રહેતા સંઘરાજકા પેટ્રોલ પંપ ના માલિક શ્રી જીતુભાઈ સંઘરાજકા તથા તેમના કાકા શ્રી અરવિંદભાઈ સંઘરાજકા ને થતા તેઓએ વિના વિલંબે તેમના વતન નું ઋણ અદા કરવા વિના વિલંબે તન-મન-ધન થી સહયોગ આપવા માટે સંપૂર્ણ તૈયારી બતાવીને શ્રી દાઉદભાઈ ને જાણ કરી વિનંતી કરી કે અમો પણ વતન માટે કંઈક કરી શકીએ તે માટે અમોને પણ આ શુભ કાર્ય મા લાભ મળે તે માટે પુરતો સહયોગ આપવા તૈયાર છીએ. આમ ઝર ગામના લલિયા અને સંઘરાજકા પરિવાર ના સંકલ્પ અને સહયોગ થી નવું ભવ્ય અને દિવ્ય રામજી મંદિર બનવા જઈ રહ્યું છે.
આજના આ શિલાન્યાસ વિધિ ના દિવ્ય કાર્યક્રમ માં શ્રી મોટાભાઈ સંવટ, શ્રી રમણીકભાઈ સોજીત્રા, શ્રી રોહિતભાઈ શેખવા, શ્રી નરેશદાદા, શ્રી કનુભાઈ સેંજલિયા, શ્રી અશોકભાઈ પટણી, શ્રી રહિમભાઈ લલિયા, શ્રી અનુભાઈ લલિયા.શ્રી યુનુસભાઈ લલિયા, શ્રી કાળુભાઈ લલિયા, શ્રી દિલાવરભાઈ લલિયા,શ્રી ટીનુંભાઈ લલિયા સહિત સરપંચશ્રી અને ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા
Recent Comments