અમરેલી જીલ્લાના ધારી ના હોમગાર્ડ યુનિટ ના જવાન ની પુત્રી ના લગ્ન પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો.- નાયબ સચિવ અને જીલ્લા કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા.
હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક, વી.વી.આઈ.પી. બંદોબસ્ત, ચૂટંણી જેવી અગત્ય ની ફરજો અને કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા ના ધારી હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન ભરતભાઈ જે.બોડાનાં પુત્રીના લગ્નપ્રસંગે કલ્યાણ નિધિ માથી હોમગાર્ડ જવાન ને સહાય ચેક અર્પણ કરાયો હતો ડાયરેક્ટર જનરલ સાહેબ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ના પૂર્વ નાયબ સચિવ શ્રી આશિષ વાળા સા. (નાયબ સચિવ પંચાયત ગુજરાત સરકાર) ના વરદ હસ્તે અમરેલી જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ શ્રી અશોક જોષી તથા ઓફિસર કમાંડિંગ શ્રી માઢક, શ્રી સાપરીયા તથા ઓફીસ સ્ટાફ અને એન.સી.ઓ. વગેરે ની હાજરી માં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
Recent Comments