fbpx
અમરેલી

ધારી પોલીસ સ્ટેશન વિસ્તા ૨ માંથી દેશી બનાવટનો તમંચો સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

 શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર રાજ્યમાં અષાઢી બીજનાં તહેવાર નિમીત્તે જગન્નાથજી રથયાત્રા / શોભાયાત્રાઓ નિકળનાર હોય , જેનાં ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુ થી ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના આપેલ હોય , જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાંઓ દ્વારા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે પી.બી.લક્કડ ઈન્ચાર્જ પો.સબ ઈન્સ.શ્રી એસ.ઓ. જી.અમરેલી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ,

ધારી તાલુકા ગીગાસણ ગામનાં બસ સ્ટેશન નજીક એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર ( અગ્નિશસ્ત્ર હથિયાર ) રાખી ઉભો છે . અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય , જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટનો તમંચો ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે . . પકડાયેલ આરોપી : શિવરાજભાઇ ઉર્ફે યુવરાજભાઇ ગભરૂભાઇ કોટીલા , ઉવ . – ૨૬ , ધંધો – ખેતી , રહે.ગીગાસણ , તા.ધારી , જી.અમરેલી . મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી બનાવટનો તમંચો ( અગ્નિશસ્ત્ર હથિયાર ) નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી , ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઈન્ચાર્જ પો.સબ ઈન્સ.શ્રી એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને દેશી બનાવટનો તમંચો ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . 

Follow Me:

Related Posts