ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી કુવામાથી પાણી કાઢવાનુ મશીન તથા મોટર(પંખો) ની સીમ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ગણતરી ની કલાકોમા એક ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી ધારી પોલીસ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મીલકત સબંધી ગુન્હાઓ ડીટકેટ કરવા આપેલ સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ બી વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મીલકત સંબંધી તથા સીમ ચોરીના ગુન્હાના આરોપીઓ શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. ગુન્હાની વિગત:-
આ કામના ફરિયાદીની વાડીએથી તેના કુવાની બાજુમાંથી લીલા કલરનુ મશીન જેના ઉપર અંગ્રેજીમા શ્રી રામ ઓઇલ એન્જિનના માર્કા વાળુ જેની કિંમત રૂ.૬૫૦૦/- તથા કુવાની મોટર (પંખો) જુની કિંમત રૂ.૫૦૦૦/- જે બંને વસ્તુ મળી કુલ કિંમત રૂ ૧૧૫૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કર્યા બાબતની ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં૧૧૧૯૩૦૧૮૨૩૦૫૩૩/ ૨૦૨૩ IPC કલમ ૩૭૯,૪૪૭ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહિ હાથ ધરેલ.
જે અન્વયે ધારી પો.સ્ટેના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ નાઓની રાહબારી હેઠળ ઉપરોક્ત અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ટીમ બનાવી અલગ અલગ દીશામા તપાસ કરતા ગણતરીની કલાકમા સદરહુ ગુનાને અંજામ આપનાર બે આરોપીઓ માંથી એક આરોપીને પકડી પાડી તમામ મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહિ કરવામા આવેલ.
પકડાયેલ આરોપી (૧) કિશોરભાઇ ઉર્ફે કાળીયો જયસુખભાઇ ખાંટ ઉ.વ ૧૯ ધંધો મજુરી રહે ગોવિદપુર તા ધારી જી અમરેલી
પકડવાનો બાકી આરોપી જેતુભાઇ દાદભાઇ વિકમા રહે ગોંવિદપુર તા ધારી જી અમરેલી
આ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ તથા પો.સ.ઇ.શ્રી એચ.જી.મારૂ તથા હેડ કોન્સ. મનુભાઇ આર માંગાણી તથા પો.કોન્સ રામકુભાઇ એ. કહોર તથા પો.કોન્સ. આર્લિંગભાઇ સી. વાળા તથા હેડ.કોન્સ અનિરૂધ્ધભાઇ બી. વાળા તથા પો. કોન્સ રણધીરભાઇ એમ. વાળા તથા પો.કોન્સ. નિલેશભાઇ ડી.ડાંગર તથા પો કોન્સ અનકભાઇ કે.મોણ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments