fbpx
અમરેલી

ધારી પોલીસ સ્ટેશન વિસ્તારના દલખાણીયા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંઘાને એસ.જી.ઓ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં આવા બોગસ ડોકટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે દલખાણીયા ગામે કોડીનાર હાઈવે રોડની ડાબી બાજુએ ભાડાની મકાનની રૂમમાં ગેરકાયદેસર દવાખાનુ/કલીનિક ચાલતું હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઇસમને એલોપેથીક દવાઓ દવાની બોટલો ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

→ પકડાયેલ આરોપી:-

કિશોરભાઈ ભીખુભાઈ મકવાણા, ઉ.વ.- ૪૩, ધંધો – ડોક્ટર, રહે.દલખાણીયા, તા.ધારી, જિ.અમરેલી.

→ કબ્જે કરેલ મુદ્દામાલ 0: –

મજકુર પકડાયેલ ઈસમ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૪૬ કિ.રૂા.૨૦૬૨૫.૬૯/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. અને મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમના અના.એ.એસ.આઈ.નાજભાઈ પોપટ તથા જીતેન્દ્રભાઈ મહેતા તથા હેડ કોન્સ.ગોબરભાઈ લાપા તથા ક્રિપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ.જીજ્ઞેશભાઈ પોપટાણી તથા મેડીકલ ઓફીસર શ્રી બી.એમ.ડોડીયા દલખાણીયા PHC તથા તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડી.સી.મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts