ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મોણવેલ મુકામે ‘ચુનાવ પાઠશાલા’ કાર્યક્રમ યોજાયો
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. ધારી પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ધારીના મોણવેલ મુકામે ‘ચુનાવ પાઠશાલા’ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં નાગરિકો જોડાયા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં SVEEP અને TIP અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોણવેલ મુકામે મતદાન જાગૃત્તિ પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.
મોણવેલ ખાતે આયોજિત ‘ચુનાવ પાઠશાલા’ કાર્યક્રમમાં પુરુષ અને સ્ત્રી મતદારો વધુમાં વધુ મતદાન કરે અને મતદાન કરવાની ફરજ તથા અધિકાર સહિતની વિગતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાના શપથ લીધા હતા.
Recent Comments