ધારી–બગસરા–ખાંભા વિધાનસભાનો તાલુકા પંચાયત સીટ વાઈઝ પ્રવાસ પૂર્ણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે.વી.કાકડીયા
અંતિમ દિવસે બંને પદાધિકારીઓએ સમઢીયાળા મોટા, ઈંગોરાળા, ઉમરીયા, પીપળવા, ખાંભા, ખડાધાર અને સરાકડીયા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ ખેડયો
તા. ૧ર મે ર૦ર૩ ને શુક્રવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે અમરેલીના સાંસદનારણભાઈ કાછડીયા અને ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ
ધારી–બગસરા–ખાંભા વિધાનસભા હેઠળ આવતી ખાંભા તાલુકાની સમઢીયાળા મોટા,ઈંગોરાળા, ઉમરીયા, પીપળવા, ખાંભા, ખડાધાર અને સરાકડીયા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ કરી સમગ્ર વિધાનસભા સીટનો પ્રવાસ પૂણ૬/ગ્:ત્સ કર્યો હતો. પાંચમાં અને અંતિમ દિવસે સાંસદશ્રી અને ધારાસભ્યએ (૧) સમઢીયાળા મોટા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા સમઢીયાળા મોટા, રૂગનાથપુર અને જીકીયાળી (ર) ઈંગોરાળા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ઈંગોરાળા, અનીડા, કોટડા, વાંકીયા અને ભાડ (૩)ઉમરીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ઉમરીયા, નાની ધારી, લાસા, નાના વિસાવદરઅને નાનુડી (૪) પીપળવા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા પીપળવા, તાતણીયા, ગીદરડી,ધાવડીયા અને ભાણીયા (પ) ખાંભા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ખાંભા ખડાધારતાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ખડાધાર, ભાવરડી, ચતુરી, દાઢીયાળી અને સરાકડીયાદિવાન (૭) સરાકડીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા સરાકડીયા, કોદીયા, રાયડી,રાણીંગપરા અને પાટી ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો તેમજ રજુઆતોને ધ્યાને લીધેલ હતી અને તેમના સમાધાન અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. જેમાંમોટા ભાગની સમસ્યાઓનો મુળ સ્થળ પર જ ઉકેલ લાવ્યો હતો.આ પ્રવાસ કાર્યક્ર્માં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ ફીંડોળીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી પ્રશાંતભાઈ તંતી, જિલ્લા ભાજપ મંત્રી અમરીશભાઈ જોષી, જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બાવભાઈ ભમ્મર, તાલુકા પંચાયત સભ્યો હમીરભાઈ ખાટરીયા, કૌશિકભાઈ માણકીયા, અનિલભાઈ રંગાણી, મુકેશભાઈ માંગરોળીયા, જિલ્લા યુવાભાજપ પૂર્વ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, ભાજપ અગ્રણી ભિખાભાઈ સરવૈયા, યુવા મોરચા પ્રમુખ ભગતભાઈ ભમ્મર સહીત સંગઠનના હોદેદારો, સરપંચો અને તમામવિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.
Recent Comments