fbpx
અમરેલી

ધારી બાદ કરતા 4 બેઠક ઉપર કોંગ્રેસ સત્તાસ્થાને,હવે ભાજપ કેટલી બેઠકો પર જીત હાસલ કરશે ?


2017માં અમરેલીની પાંચેય બેઠક ભાજપને ગુમાવવી પડી હતી. 2020માં ધારી બેઠક ઉપર જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પેટા ચૂંટણીમાં જે.વી.કાકડીયા ભાજપમાંથી જીત્યા હતા. એટલે એક બેઠક પેટા ચૂંટણીમાં મળી હતી. બાકી 4 કોંગ્રેસ પાસે છે. પહેલી વખત અમરેલી, સાવરકુંડલા, લાઠી વિસ્તારમાં ભાજપે નવા ચેહેરા ઉતાર્યા છે, જેના કારણે ભાજપને ફાયદો થઈ શકે છે.


પહેલી વખત અમરેલી, સાવરકુંડલા, લાઠી વિસ્તારમાં ભાજપે નવા ચેહેરા ઉતાર્યા છે, જેના કારણે ભાજપને ફાયદો થાઈ કે નુકશાન એ જોવાનું રહ્યું બીજી બાજુ આ વખતે આમ આદમી પાર્ટી મેદાને આવી છે એના પણ અમરેલી જિલ્લામાં 5 બેઠકો પરથી ઉમેદવારો મેદાને ઉતાર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી કોને નુકશાન કે ફાયદો કરશે તે જોવાનું રહ્યું

ધારી વિધાનસભાની બેઠક પરથી અગાઉ પરીવર્તન પાર્ટી માથી નલિનભાઈ કોટડીયાએ જીત હાસલ કરી હતી ત્યારે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ બગસરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણીને મેદાને ઉતાર્યા છે તેમજ કોગ્રેસ આ બેઠક પરથી બિન પાટીદાર ઉમેદવાર ને મેદાને ઉતાર્યા છે ત્યારે ધારીની બેઠક જાળવી રાખવા ભાજપે ભારે મહેનત કરવી પડશે

Follow Me:

Related Posts