fbpx
અમરેલી

ધારી માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની વરણી

અમરેલી જિલ્લામા આવેલ ધારી માર્કેટીંગ યાર્ડ મા અઢી વર્ષ પૂર્ણ થતા આજે ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી આવી હતી બોર્ડ બેઠક મા આજે ફરીવાર બીનહરીફ વરણી કરવા મા આવી હતી ચેરમેન તરીકે ફરીવાર પૂર્વ ધારાસભ્ય મનુસખ ભુવા ને રીપીટ કર્યા તો વાઇસ ચેરમેન તરીકે પણ રીપીટ પૃથ્વી ધાધલ ની વરણી કરાય હતી ભાજપે માર્કેટીંગ યાર્ડ જાળવી રાખ્યુ અને વરણી થતા ભાજપ ના આગેવાનો એ મો મીઠા કરાવી સન્માન કરી આવકારી લીધા હતા.

જાેકે અહીં બેઠક બાદ આ વિસ્તાર ના અગાવ જી.પી.પી માંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અહીં મોટાભાગના પટેલ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેન મનસુખ ભુવા ભાજપ ના પૂર્વ ધારાસભ્ય તાજેતરમા ધારગણી જિલ્લા પંચાયત ની બેઠક મા પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા ની પત્ની નો પરાજય થયો હતો તેના જ પતિ મનસુખ ભુવા ફરી યાર્ડ ના ચેરમેન બન્યા રાજકીય કદ ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા ફરી યાર્ડ પર બેસાડવા આવ્યા હોવાની ચર્ચા છે.

Follow Me:

Related Posts