અમરેલી

ધારી વિધાનસભાના ગામડાઓની સભા ભરત સુતરીયા અને ધારાસભ્ય જે.વી કાકડિયા

આજરોજ ધારગણી એક અને બે જિલ્લા પંચાયત સીટ ના ગામડાઓમાં પ્રચાર પ્રસારની શરૂઆત લાખાપાદર ગામે શેલ હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો અને દાદાના દર્શન કરી પ્રચાર પ્રસારનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધારંગડી એક જિલ્લા પંચાયત સીટ ના લાખાપાદર ગામમાં વાળા પરિવાર અને ધાનાણી પરિવારને કુળદેવી શ્રી ગાત્રાડ માતાજીના દર્શન કરીને શ્રી ગાત્રાડ માતાજીની વાડી ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં લાખાપાદરના ગામના આગેવાનો સરપંચો દ્વારા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ગામ લોકો દ્વારા સમર્થન મળ્યું છે ત્યારબાદ ધારંગડી 2 જિલ્લા પંચાયત સીટના દેવળા ગામે પણ સમસ્ત રૂપારેલીયા પરિવારના કુળદેવી શ્રી ભવાની મા નાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સમસ્ત રૂપારેલીયા પરિવારની વાડી ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ગામના આગેવાનો નું પણ સારું એવું ભરત સુતરીયાને સમર્થન મળ્યું હતું  ત્યારબાદ ત્રંબકપૂર અને ધારી ખાતે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના બેઠકના ઉમેદવાર શ્રી ભરત સુતરીયા નાં ધારી વિધાનસભાના મત ક્ષેત્રના મઘ્યસ્થ કાર્યાલયનું શુભ ઉદઘાટન પ.પૂજય ભિખારામ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ઇફકો નાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નારણ ભાઈ કાછડિયા, ગૂજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ધારાસભ્ય જે.વી કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુભાઈ ભુવા, જિલ્લા પંચાયતના સદસ્યો, શરદભાઈ લાખાણી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા

રીબીન કાપીને દિપ પ્રાગટય કરીને મઘ્યસ્થ કાર્યાલય ખુલી મૂકવામાં આવી હતી અને ધારી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ધારી શહેરની જનતા ઉપસ્થિત રહી હતી  અને આપના કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કર્યો હતો અને આ તકે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, હિરેન હીરપરા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જીલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ વાળા, જયંતીભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, જિલ્લા પંચાયતના સભ્ય  ખોડાભાઈ ભુવા,ધારી તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, વિધાનસભા સંયોજક અતુલભાઈ કાનાણી, ભરતભાઈ અંટાળા, રાજીવ ભાઈ પંડ્યા બાભભાઈ વાળા, બિચ્છુભાઈ વાળા, પ્રીતેશભાઈ શિરોયા, ચિંતનભાઈ રંગપરિયા, મૃગેશભાઈ કોટડીયા, વનરાજભાઈ વાળા સહિતના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts