ધારી પંથકમા સતત પડેલા વરસાદના કારણે ધારી શહેરમાથી પાસ થતો નેશનલ હાઈવેનો રોડ તેમજ ગ્રામ્ય પંથકના સ્ટેટ અને જીલ્લા પંચાયત વિભાગના તુટી ગયેલા – ધોવાણ થયેલા રોડ-રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરવા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ લેખીતમા તંત્રને રજુઆત કરેલી છે. ધારી પંથકના તુટી ગયેલા રોડ ઉપર ખાડા પડી ગયેલા છે, રસ્તાઓનું ધોવાણ થયેલા છે તેવા રોડનું સમારકામ કરવા અને રોડની બન્ને સાઈડમા માટીકામ કરાવવાની નેશનલ રોડ ઓથોરિટી તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ / જીલ્લા પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીઓને તત્કાલીન રોડ-રસ્તાઓ રીપેરીંગ કરવા ધારદાર રજુઆત ધારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ કરેલ છે.
ધારી શહેર અને ગ્રામ્ય પંથકના તુટી ગયેલા રસ્તાઓની તત્કાલીન મરામત કરો : તાલુકા પંચાયત પ્રમુખ


















Recent Comments