ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનસાર ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે ત્યારે ગુજરાતની તમામ વિધાનસભા સીટ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે . ત્યારે સૌરાષ્ટ્ર ઝોન – ૨ યાત્રાના કો – ઓર્ડીનેટર IAS સંજયભાઇ અમરાણીના માગદર્શન હેઠળ તા . ૧/૧૧/૨૦૨૨ થી સોમનાથથી શરૂ કરી આ યાત્રા આજરોજ ધારી મુકામે ધારી શહેર તથા તાલુકા દવારા પરિવર્તન સંકલ્પ યાત્રા સંમેલનનું આયોજન કરાયું હતું . આ સંમેલનમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને દિનપ્રતિદીન રોજીંદા જીવનની વસ્તુમાં થતો ભાવ વધારો , સ્વાસ્થ્ય સવિધાઓની દયનીય સ્થિતી , કાયદા અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતી તેમજ વારંવાર બનતી દર્ઘટનાઓને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ હતી અને ગુજરાતની પ્રજાને આ ભાજપ સરકારથી મુકિત મેળવવા કોંગ્રેસને વિજય તિલક કરવા થનગની રહી છે ત્યારે કોંગ્રેસ પણ પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા પ્રજાની સમક્ષ આવી રહી છે .
હમણા તાજેતરમાં બનેલ મોરબી મચ્છુ નદી પર આવેલ જલતા પલ તટવાની દર્ઘટનાની પણ સચોટ અને ન્યાયીક તપાસ થાય તેમજ કસરદારને ગંભીરમાં ગંભીર સજા મળે તેવી માંગ કોંગ્રેસ પક્ષે કરેલ હતી . આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્ય કારી પ્રમખ શ્રી અંબરીશ ડેર , પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી , ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર , ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દૂધાત , જિલ્લા કોંગ્રેસ પ્રમખ શ્રી ડી.કે.રૈયાણી સહિતના કોંગ્રેસના આગેવાનો , હોદેદારો , તાલુકા / શહેર પ્રમુખશ્રીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા . તેમજ આ આયોજનને સફળ બનાવવા ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી રવિભાઇ હિરાણી તથા ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.બી. ભારોલાએ જહેમત ઉઠાવી હતી.
Recent Comments