ધારી સબ રજીસ્ટ્રાર કચેરી પ્રથમ માળ પર કાર્યરત હતી. ધારી તાલુકાના વયોવૃધ્ધ, વડીલ નાગરિકોને સબ રજીસ્ટ્રાર કચેરી સંબંધિત કામકાજ હોય ત્યારે તેમને દાદરા ચઢવામાં મુશ્કેલી પડતી હતી આથી જિલ્લા કલેકટરશ્રી દ્વારા તેનું યોગ્ય નિવારણ આવી શકે તે માટે સૂચના આપવામાં આવી હતી. હવે ધારી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરી ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવામાં આવી છે અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા તે કચેરી અંગેની કામગીરી સહિતનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે સબ રજીસ્ટ્રાર કચેરી ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત થતાં અરજદારોના અભિપ્રાય શું છે તે વિગતો પણ તેમણે મેળવી હતી.
ધારી સબ રજીસ્ટ્રાર કચેરીની કામગીરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત

Recent Comments