ધારી સીમમાંથી સોલાર પ્લેટ તથા સ્ટાર્ટરની ચોરી કરનાર બે આરોપીઓને સોલાર પ્લેટ તથા સ્ટાર્ટર સહિત કુલ કિં.રૂ.૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ધારીથી સરસ ગામ તરફ જવાના રસ્તે સરસીયા જંગલ ઓળખાતી સીમમ ઘનશ્યામભાઇ પોપટભાઇ સોજીત્રા, ઉ.૧,૫૦, ધંધો.ખેતી, રહેધારી, હરીપરા ગેઇટ નં-૩ ની સામે, તા.ધારી જિ.અમરેલીનાઓની વાડી આવેલ હોય, ગઇ તા.૨૯/૦૯/૨૦૨૧ ના કલાક ૧૧/૦૦ થી તા.૩૦/૦૯/૨૦૨૧ ના કલાક ૦૯/૦૦ દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમે આ વાડીએ ફીટ કરેલ સોલાર પ્લેટ નંગ -૨૦, કિં.રૂ.૪૦,૦૦૦/- તથા સોલાર સેટનુ સ્ટાર્ટર, જેની કિં.રૂ.૫,૦૦૦/- એમ કુલ કિં.રૂ.૪૫,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ઘનશ્યામભાઇએ ફરિયાદ આપતાં, અજાણ્યા આરોપી વિરૂધ્ધ ધારી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રને ૧૧૧૯૩૦૧૮૨૧૧૧૦૧૮-૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળેલ કે, જયેશ ઉર્ફે જયુ અને પ્રમોદ બજાણીયા એમ બે ઇસમોએ ધારી મુકામે રામબાગ-ર તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં મુન્નાભાઇ જાનમહંમદભાઇ બ્લોચનાઓએ ફાર્મે રાખેલ વાડીએ ચોરીનો મુદ્દામાલ રાખેલ છે અને આ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ હકીકત મળતાં, તુર્જ જ મળેલ બાતમી વાળી જગ્યાએ છાપો મારી, બે ઇસમોને પકડી પાડી, તેમની પાસેથી ઉપરોક્ત સીમ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરેલ છે,
→ પકડાયેલ આરોપીઓ
(૧) જયેશ ઉર્ફે જયુ બાલાભાઇ ડાભી, ઉ.વ.૨૧, રહે.ધારી, હીમખમડીપરા, તા.ધારી, જિ,અમરેલી (ર) પ્રમોદ ભરતભાઇ બજાણીયા, ઉ.વ.૨૧, રહે.ધારી, હીમખમડીપરા, ના.ધારી, જિ.અમરેલી
→ પકડાયેલ મુદ્દામાલ
સોલાર પ્લેટ કુલ નંગ -૨૦, કિં.રૂ.૪૦,૦૦૦૪- તથા સોલાર સેટનુ સ્ટાર્ટર, જેની કિં.રૂ.૫,૦૦૦/- તથા
સબમર્સીબલ પંપ ચાલુ કરવાનું સ્ટાર્ટર, કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ, પકડાયેલ આરોપીઓએ ધનશ્યામભાઇની વાડીમાંથી સોલાર પ્લેટ અને સ્ટાર્ટરની ચોરી કરેલ, તે વાડીની નજીક અરવિંદભાઇ કોલડીયાની વાડીમાંથી પણ બે મહિના પહેલા સબમર્સીબલ પંપ ચાલુ કરવાના
સ્ટાર્ટરની ચોરી કરેલ હોવાનું પુછપરછ દરમિયાન ખુલવા પામેલ છે. પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા માટે ધારી પોલીસ સ્ટેશનમાં
સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.Attachments area
Recent Comments