ધારી સીવીલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલ કોવિડ સેન્ટરમાં ગાયત્રી ફાઉન્ડેશન તરફથી ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરી આપવામાં આવી. કોરોના દર્દીઓ માટે ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દરરોજ નાળિયેર પાણી અને મિથેલીન બ્લ્યુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ શરૂ થયેલ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડરનું દાન કરવામાં આવ્યું છે અને દર્દીઓ માટે કાયમી પોષક તત્વોની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે
ધારી સિવિલ હોસ્પિટલમાં પહેલા માળે કોવિડ સેન્ટરનો પ્રારંભ ધારાસભ્ય જે વી કાકડીયા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કોરોના દર્દીઓ માટે શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન સિલિન્ડર ફાળવવામાં આવ્યા છે તેમજ ટ્રસ્ટના હિતેશભાઈ જોશી, જીજ્ઞેશગિરિ ગોસાઈ, ભરતભાઈ શેઠ, અશ્વિનભાઈ ગજેરા, ઉદયભાઈ ચોલેરા, કૌશિકભાઈ વ્યાસ સહિતનાઓએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓ માટે દરરોજ શ્રી ગાયત્રી ફાઉન્ડેશન નળિયેર પાણી આપશે તેમજ મિથેલીન બ્લ્યુની પણ ડોકટરી સલાહ પ્રમાણે ફાળવણી કરશે અને કોરોના મહામારીના પ્રકોપ સામે ધારીની જનતા સાથે અમારૂ ફાઉન્ડેશન ખડે પગે રહેશે
Recent Comments