ગુજરાત

ધીરેન્દ્ર શાસ્ત્રી છોકરો સારો છે તેને કોઈ અહંકાર નથીઃરામભદ્રાચાર્યજી

સુરતની મુલાકાત તાજેતરમાં બાબા બાગેશ્વરથી જાણિતા થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી હતી. ગુજરાતના અનેક વિસ્તારમાં તેઓએ પ્રવાસ કર્યા હતો અને પ્રસિદ્ધ મંદિરોના તેઓએ દર્શન કર્યા હતા. આ દરમિયાન સુરતથી ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યુ છે. તેમના ગુરુ અને પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો અંગે તેઓએ વાત કરી હતી. રામભદ્રાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીને એક સારા છોકરા તરીકે ગણાવ્યા હતા. તેમની હિન્દુ સંદર્ભની વાતોને લઈને પણ કહ્યુ હતુ કે, ભગવાન તેમની વાતો સફળ બનાવે. સુરતમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે સીધું કંઈ કહ્યું ન હતું, જાેકે તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે તેઓ એક છોકરો છે. અને સારું કામ કરે છે.

રામભદ્રાચાર્યજીએ પોતાના વિશે કહ્યું કે તેઓ કોઈ ચમત્કાર કરતા નથી.સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપંથ ભવન ખાતે આયોજિત ધર્મસંવાદ નામના કાર્યક્રમને સંબોધવા રામભદ્રાચાર્ય પહોંચ્યા હતા. રામ ભદ્રાચાર્યજીને સાંભળવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી સ્ત્રી-પુરુષો અહીં પહોંચ્યા હતા. રામ ભદ્રાચાર્યએ ધર્મ સંવાદ કાર્યક્રમને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર અને તેમની હિંદુ રાષ્ટ્રની વાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના કહ્યું હતું કે તેઓ એક સારો છોકરો છે, તેમની હિંદુ રાષ્ટ્રની માંગ માટે સારું કામ કરી રહ્યા છે. કહ્યું કે ભગવાન તેમના શબ્દોને સફળ બનાવશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ચમત્કાર વિશે ઘમંડ થઈ ગયો, આ પ્રશ્ન તેમને પણ પૂછવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે તેમનામાં કોઈ અહંકાર નથી, તે એક સારો છોકરો છે.

Related Posts