ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની બ્રાન્ચને બેસ્ટ રિજીયનની શ્રેષ્ઠ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરાયો
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચને બેસ્ટ રિજીયનની શ્રેષ્ઠ બ્રાન્ચ અને અમદાવાદના વિકાસા બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચ પૈકીનો એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચનો મળેલો એવોર્ડ તે અમદાવાદ બ્રાન્ચની વૃધ્ધિ અને વિકાસમાં અમારા સૌના કઠોર પરિશ્રમને મળેલી માન્યતા છે. અમદાવાદ બ્રાન્ચને મળેલા એવોર્ડ પાછળ બ્રાન્ચના પ્રત્યેક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને હોદેદારોના કઠોર પરિશ્રમ, સહકાર અને કટીબધ્ધતા જવાબદાર છે. આ પ્રસંગે અમે અમદાવાદ બ્રાન્ચનાં તમામ મેમ્બર્સ અને સ્ટુડન્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનાં સતત પ્રદાન અને પ્રયાસોથી આ સિધ્ધિ શક્ય બની છે. ચાર એવોર્ડ મેળવવા તે અસાધારણ સિધ્ધિ છે.
રાષ્ટ્રીય સ્તરે આઈસીએઆઈ અને હવે ડબલ્યુઆઈઆરસી તરફથી મળેલી આ માન્યતા અમદાવાદ બ્રાન્ચની યોગ્યતાનું પ્રમાણ છે. અમારા પર મેમ્બર્સે મુકેલા વિશ્વાસને આ એવોર્ડ સાબિતી આપે છે. આઈસીએઆઈ નેશનલ એવોર્ડમાં મેગા બ્રાન્ચ કેટેગરીમાં બેસ્ટ બ્રાન્ય મેમ્બર્સ કેટેગરીમાં અમદાવાદ બ્રાન્ચને બીજું પ્રાઈઝ, બેસ્ટ બ્રાન્ચ વિકાસા કેટેગરીમાં પ્રથમ પ્રાપ્ત થયું છે. આઈસીએઆઈ રિજનલ એવોર્ડસમાં બેસ્ટ બ્રાન્ય મેમ્બર્સ કેટેગરીમાં અમદાવાદ બ્રાન્ચને પ્રથમ પ્રાઈઝ અને બેસ્ટ બ્રાન્ય વિકાસા કેટેગરીમાં બીજુ પ્રાઈઝ પ્રાપ્ત થયું છે. સીએ બિશન શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે અમે ૈંઝ્રછૈંનાં માનનીય પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીનો પણ ખાસ આભાર માનીએ છીએ. તેમનાં સમૃધ્ધ અનુભવ અને માર્ગદર્શન વગર આવી સિધ્ધિ શક્ય બની ના હોત. આ પ્રસંગે અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહ, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, અને ટ્રેઝરર સીએ સમીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં.
Recent Comments