fbpx
ગુજરાત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સુરત (SGCCI) દ્વારા ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ઓફ અમેરિકા ના હોદેદારો સાથેની મિટિંગ માં ઉપસ્થિત રહેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સુરત (SGCCI) દ્વારા ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત રવિવાર, તા. ર૮ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ઓફ અમેરિકા ના હોદેદારો સાથેની મિટિંગ માં ઉપસ્થીત રહી. વર્તમાન અમૃતકાળ માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરી ભારતને ૫ ટ્રીલિયન ઈકોનોમી સુધી પહોંચાડવા માટે વિચારો વ્યક્ત કર્યા.

          ભૂતકાળ માં એક સમયે સુરતના બંદરે ૮૪ દેશોના વહાણો આવીને વ્યાપાર કરતાં હતા તેથી તે તાલુકો “ચોર્યાસી તાલુકો” તરીકે ઓળખાય છે. હાલના સમયમાં એ વારસાને પુન: જીવિત કરવા માટે ફરી થી વિશ્વના ૮૪ દેશો નો વ્યાપાર સુરત અને ભારત સાથે બંધાય એ દ્રષ્ટિથી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વઘાસીયા દ્વારા મિશન ૮૪ લોન્ચ કરવામાં આવ્યું છે.

          મિશન ૮૪ અંતર્ગત SGCCI દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા ગુજરાત રિજીયન અને સમગ્ર ભારતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને વિશ્વના જુદા – જુદા દેશોની સાથે વ્યાપાર કરવા માટે બ્રિજ બનવાનો પ્રયાસ કરાઇ રહયો છે, જેના અંતર્ગત ભારતમાંથી રૂપિયા ૮૪,૦૦૦ કરોડના એક્ષ્પોર્ટનું નાનું પુષ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવાનો સંકલ્પ SGCCI એ કર્યો છે.      

          આ માટે વિશ્વના ૮૪ દેશોમાં વ્યાપારના વાવટા ફરકાવવા હેતુ યુવાનો માટે વ્યાપાર ની તકો ઉભી કરવા મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલ પણ સ્થાપવામાં આવ્યું છે.

          મિશન ૮૪ અંતર્ગત ભારતના ઉદ્યોગકારો માટે અમેરિકામાં વ્યાપારની નવી ક્ષિતિજો ખોલવા ગુજરાતી એસોસીએશન ઓફ અમેરિકા સાથે MOU કરવામાં આવ્યા. સમગ્ર દેશના ઉદ્યોગકારોને અમેરિકા તેમજ અન્ય દેશો સાથે વ્યાપાર કરવા તમામ પ્રકારના સહયોગ આપવામાં આવશે. 

          આ પ્રસંગે અમેરિકાના ઉદ્યોગપતિ સમાજસેવી ડો. વાસુદેવ પટેલ, એટલાન્ટાના ઉદ્યોગપતિ શ્રી ચતુરભાઈ સભાયા, શ્રી અશ્વિન વઘાસિયા, ડો. પ્રદીપ કણસાગરા, શ્રી સંદીપભાઈ રાદડિયા તેમજ સુરતના અગ્રણી ઉદ્યોગકારો શ્રી એસ.ડી. પટેલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, ઓર્થોપેડિક સર્જન ડો.અમિતભાઈ પટેલ  શ્રી ભરતભાઈ સાવલીયા અને ચેમ્બર ના હોદેદારો પણ ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts