fbpx
ગુજરાત

ધુમામાં ફાર્મહાઉસમાંથી ૧૩ જુગારીઓ ઝડપાયા


અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સારી કામગીરી જાેવા મળી હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધુમામાં ગ્રીનસિટી ક્રિષ્ણા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. ફાર્મ હાઉસમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૩ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ફાર્મ હાઉસમાં તીનપત્તી રમતાં જુગારીઓની અંગજડતી તથા દાવ પર લગાવેલા મળીને કુલ રૂ. ૭.૭૫ લાખ મળી આવ્યા હતા. મુખ્ય આરોપી દિગ્વિજયસિંહ ગાંધીનગર ઇન્ફોસીટીમાં હોટલ ધરાવે છે અને પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. જુગારધામ શરૂ કર્યાના પહેલા જ દિવસે ગ્રામ્ય એલસીબીને માહિતી મળી અને દરોડો પાડી જુગાર રમતા ઝડપી લીધા. વી. ચન્દ્રશેખર, આઇ.જી.પી, અમદાવાદ રેન્જ, અમદાવાદ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા માટે સુચના આપવામાં આવેલી છે.

જે અનુસંધાને જિલ્?લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે જિલ્?લાના અધિકારીઓને ખાસ સૂચના આપેલી છે. તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્?સપેક્ટર એચ.બી.ગોહીલ, પો.સબ.ઇન્સ જી.એમ.પાવરા, પો.સબ.ઇન્?સ. આર.જી.ચૌહાણ, પો.સબ.ઇન્?સ. જે.યુ.કલોતરા, પો.સબ.ઇન્સ. એસ.એસ.નાયર અને એલ.સી.બી ટીમે બાતમીદારો કાર્યરત કરેલા છે. તેના ફળસ્?વરૂપે પો.સ.ઇ. જી.એમ.પાવરાને મળેલ ચોક્કસ બાતમી આધારે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના ધુમા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા ફાર્મહાઉસ ખાતેથી રેડ કરી તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી/રમાડતા કુલ- ૧૩ જુગારીઓને રોકડ રકમ રૂ.૭,૭૫,૬૫૦ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી ૧૪ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂ. ૭૮ હજાર અને વિવિધ ૬ વાહનોની કિંમત રૂ. ૧૦.૭૦ લાખ તથા પ્લાસ્ટિકની છાબડી, પત્તા, ૪ નંગ ગાદલાની કિંમત ૪૦૦ અને એક પાથરણું રૂ. ૧૦૦ તથા રોકડ રૂ. ૭૭૫૬૫૦ મળીને કુલ રૂ. ૧૯,૨૪,૧૫૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જેમાં પકડાયેલા જુગારીઓ આ પ્રમાણે છે.

દિગ્વિજયસિંહ પવનસિંહ ચૌહાણ, ઉ.વ.૨૮, હાલ રહે- ૫૭૦, ગ્રીન સિટી, ઘુમા, અમદાવાદ મુળ રહે- ભોળાદ, તા- ધોળકા, જિ- અમદાવાદ, જટુભા કાળુભા ગોહીલ ઉ.વ.૪૯ રહે- પાદરાગામ, પંચાયતની બાજુમાં તા- તારાપુર જિ- આણંદ, ભરતભાઇ રતીભાઇ પરમાર ઉ.વ.૩૯ રહે- રહે- પંડ્યાફળી તારાપુર તા- તારાપુર જિ- આણંદ, શાંતીભાઇ રૂગનાથભાઇ કાનેઠીયા (પટેલ) ઉ.વ.૫૪ રહે- ભદ્રાવડી ગામ બસ સ્ટેન્ડ પાસે તા-જિ-બોટાદ, દેવીલાલ ડુંગરલાલ કુંભાર ઉ.વ.૪૫ હાલ રહે-એ.ઇ.સી. પુલ નીચે છાપરામાં મેમનગર અમદાવાદ મુળ રહે- ગડા મોરૈયા તા- જિ- ડુંગરપુર રાજ્ય- રાજસ્થાન, ઉમંગભાઇ અમૃતલાલ ઠક્કર ઉ.વ.૪૭ રહે- ૪૦૧ ચૈત્યા- ૩ , ૮૨ વિશ્વાસ કોલોની ગરબા ગ્રાઉન્ડની પાછળ વડોદરા તા.જિ- વડોદરા, બળવંતભાઇ હોથીભાઇ રાઠોડ ઉ.વ.૪૫ રહે- રાઠોડ ફળી કલ્યાણગઢ તા- બાવળા જિ- અમદાવાદ, તેજપાલ કાલુરામજી મીણા ઉ.વ.૫૩ રહે- મોતીભાઇ દેસાઇ નીચાલી મેમનગર અમદાવાદ મુળ રહે- લોહારીયા તા- સાબલા જિ- ડુંગરપુર રાજ્ય- રાજસ્થાન, અશોકભાઇ ધરમશીભાઇ રાઠોડ ઉ.વ.૩૮ રહે- રાઠોડ ફળી કલ્યાણગઢ તા- બાવળા જી- અમદાવાદ, દશરથભાઇ મથુરભાઇ સોલંકી ઉ.વ.૪૬, રહે-બી-૩૨ અયોધ્યા સોસાયટી, કલીકુંડ, ધોળકા, તા- ધોળકા, જિ- અમદાવાદ, સુમીતભાઇ પ્રવિણભાઇ સાટોડીયા (પટેલ) ઉ.વ.૩૯ રહે- સી-૭૦૩ સ્પર્શ અરીસ્ટા, શાહવાડી ન્યુ વાસણા અમદાવાદ તા.જિ- અમદાવાદ, દિપકભાઇ સોમાભાઇ પટેલ ઉ.વ.૩૯ રહે- ૧૬ કાર્તિક વિલા સોસાયટી તારાપુર તા- તારાપુર જિ- આણંદ, ગેલાભાઇ શામળાભાઇ ખટાણા ઉ.વ.૪૦ રહે- લીંડીયાનો કાંઠો, દરબાર ગઢ પાળીયાદ તા-જિ-બોટાદ તમામને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts