fbpx
ગુજરાત

ધુવારણ ગામે ભાજપ ઉમેદવાર મિતેશ પટેલને ક્ષત્રિયોએ પ્રચાર કરવા જતા અટકાવાયા

રાજકોટથી શરુ થયેલો વિવાદ હવે આણંદમાં જઈ પહોચ્યોં છે. રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલના પ્રચાર કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. મિતેશ પટેલ ધુવારણ ગામે પ્રચાર કરવા જતા ક્ષત્રિયોએ અટકાવ્યા અને ગામમાં પ્રવેશ ના આપવા દીધો જેને લઈને ધુવારણ ગામે મિતેશ પટેલનો કાર્યક્રમ મોકુફ રહ્યો હતો. ગુજરાતભરમાં ચાલી રહેલા ક્ષત્રિયના વિરોધ લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે એક તરફ ક્ષત્રિયો સતત વિરોધ કરી રહ્યા છે બીજી તરફ ભાજપના નેતાઓ રુપાલા વતી માફી માંગી રહ્યા છે. આ વચ્ચે હવે આણંદના ઉમેદવાર મિતેશ પટેલ ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા હતા.

ભાજપ ઉમેદવાર મિતેશ પટેલને ધુવારણ ગામમાં પ્રવેશતા ક્ષત્રિયોએ અટકાવી દીધા અને ગામમાં પ્રવેશ ના કરવા દીધો. રોષે ભરાયેલા ધુવારણના ક્ષત્રિયોએ ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા અને રસ્તા પર બેસીને યુવાનોએ ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશતા અટકાવ્યા. ધુવારણમાં મિતેશ પટેલનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો, ત્યારે ક્ષત્રિયોના ઉગ્ર વિરોધને પગલે મિતેશ પટેલનો કાર્યક્રમ મોકુફ રખાયો છે. રૂપાલાના વિરોધમાં ધુવારણમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો, જે બાદ મિતેશ પટેલ ત્યાં પહોંચતા તેમનો વિરોધ કરીને ગામમાં પ્રવેશ આપવા ના દીધો. મળતી માહિતી મુજબ ભાજપ ઉમેદવારોનો વિરોધ કરનારા ૫ ક્ષત્રિય યુવકોની પોલીસે કરી અટકાયત કરી છે અને યુવાનોની અટકાયત કરીને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts