ધોધંબાની જીએફએલ કંપનીમાં આગ લાગી હતી જેમાં વધુ એક મૃતદેહ મળ્યો
ઘોઘંબાની જીએફએલકંપનીમાં દુર્ઘટનાને પગલે ૧૦ કિલોમીટર વિસ્તારના ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોના આક્રોશ મુજબ ભોપાલમાં આ કંપનીને મંજૂરી ન મળતા ઘોઘંબા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે ભોપાલ જેવી દુર્ઘટના અહીં થવાની દહેશત છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી. ધડાકામાં ૧૦ કિલોમીટર વિસ્તારમાં પ્રચંડ અવાજથી બારી બારણાં અને કાચ હચમચી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ કંપનીમાં આજુબાજુના લોકો કામ કરતા હોવાથી કયા પ્રકારના જાેખમી તત્વો રહેલા છે તેનાથી સારી રીતે પરિચિત છે. જાેકે આ કંપની વાસ્તવમાં કઈ પ્રોડક્ટ બનાવે છે, તે લોકો પણ જાણતા નથી, પરંતુ, ભોપાલ જેવી દુર્ઘટના થઈ શકે તેવું કેમિકલ હોવાનો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બપોરે અઢી વાગ્યાના અરસામાં ગોધરા એફએસએલના ૨ અધિકારી પહોંચ્યા હતા, જે પૈકી નીરવ મકવાણા પ્લાન્ટમાં પહોંચતાંની સાથે એમોનિયા લીક થતો હોવાનું જણાવતાં ગંભીરતા સમજી બહાર આવી ગયા હતા. તેમણે ફોન કરી પેનલ બોલાવી હતી. નીરવ મકવાણાના જણાવ્યા મુજબ એમોનિયા લીક થઈ રહ્યો હોવાની ગંધ આવતી હતી. એમોનિયા શરીરમાં વધારે જાય તો માણસ બેભાન થઈ શકે છે. જેથી સેફ્ટી સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. જીતપુરા ગામના લક્ષ્મણસિંહ પરમાર અને તેમનો પુત્ર અલ્પેશ રોજ એક જ બાઈક પર કંપનીમાં નોકરી કરવા આવતા હતા. પિતા હેલ્પર તરીકે દુર્ઘટનાગ્રસ્ત પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા, જ્યારે અન્ય પ્લાન્ટમાં પુત્ર એપ્રેન્ટિસ તરીકે કામ કરતો હતો. દુર્ઘટના બાદ લક્ષ્મણસિંહનું મૃત્યુ થયું હોવાની તંત્રને જાણ કરી હતી, પરંતુ સ્વજનોને માહિતી આપવામાં આવી ન હતી. જેથી પુત્ર અલ્પેશ પિતાની રાહ જાેતો ૫ કલાક સુધી કંપનીમાં બેસી રહ્યો હતો પ્લાન્ટ મેનેજર અનિલ પલ્લરીકરે જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં કેવી રીતે ધડાકો થયો તે અંગે કંઈ કહી શકું તેમ નથી. જાેકે પ્લાન્ટમાં સુરક્ષાનાં તમામ સાધનો છે. ૨ ફાયર સિસ્ટમ લાગેલી છે અને કંપની કોઈ પણ પ્રકારના ઝેરી કેમિકલ બનાવતી નથી. દવામાં વપરાતા ઇન્ગ્રીડિયન્સનું ઉત્પાદન થાય છે પંચમહાલ ઘોઘંબાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના સ્ઁૈં-૧ પ્લાન્ટમાં ગુરુવારે સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં આજે સવારે ફરીથી જીડ્ઢઇહ્લના સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં વધુ એક કામદારનો મૃતદેહ મળ્યો છે. જેને પગલે મૃત્યુઆંક ૬ ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત ૨૦ કામદારો દાઝતાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘોઘંબાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગુરુવારની સવારે ૧૦ વાગે કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો અવાજ આજુબાજુના ૧૦ કિમીના વિસ્તાર સુધી સંભળાયો હતો. ઘટના સ્થળે હાલોલ, કાલોલ, ગોધરા તેમજ એમજી મોટર્સ, પોલિકેબ વાયર સહિત ખાનગી કંપનીના ૧૦ થી વધુ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યાં હતા અને ૫ કલાકે આગ કાબૂમાં આવી હતી. પ્લાન્ટમાં બ્લાસ્ટ દરમિયાન કામ કરી રહેલા કામદારો પૈકી ૨૦ કામદારો દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી જવાથી ગુરૂવારે ૫ કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળ્યો છે. જેથી મૃત્યુઆંક ૬ ઉપર પહોંચ્યો છે.
Recent Comments