ધોરણ બાર સાયન્સ વિભાગનાં વિદ્યાર્થીઓ જોગ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા પ્રેરક સંદેશ
આજરોજ ગુજરાત હાયર સેકન્ડરી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ બારમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે જ્યારે અનઉતિર્ણ તમામ વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર ફરી ખુબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પૂરા જોશથી આજથી જ મહેનત શરૂ કરી દેવી. યાદ રાખવુ આ જીવન એક જંગ છે જેમાં પરિસ્થિતિનો બહાદુરીપૂર્વક સામનો કરવાથી અંતે વિજય પ્રાપ્ત થાય જ છે. રાત્રિ પછી પ્રભાત થાય છે એ કુદરતી સિધ્ધાંતને મનમાં રાખીને મહેનત કરવાથી ઈશ્ર્વર પણ ફળ આપે છે. એ સમજ મનમાં દ્રઢ કરવી.. આ તો પરીક્ષા છે આવશે અને જશે. માનવજીવન અનમોલ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ જીવનનો અંતિમ સાર છે.
Recent Comments