fbpx
ગુજરાત

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓના કાર્યક્રમમાં કોઇ ફેરફાર નથી

બોર્ડ પહેલા જ ૧૦ અને ૧૨માની પરીક્ષાની ડેટશીટ પહેલા જ જાહેર કરી છે. ૧૦મા બોર્ડની પરીક્ષાઓ ૪ મે ૨૦૨૧થી ૭ જૂન સુધી ચાલશે. ૧૨મા બોર્ડની પરીક્ષાઓ પણ ૪ મેથી શરૂ થશે અને ૧૧ જૂન સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ ૧૦.૩૦થી ૧.૩૦ કલાક સુધી જ્યારે બીજી શિફ્ટ ૨.૩૦થી ૫.૩૦ કલાક સુધી થશે. ૧૫ જૂલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ૪ મેથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં બોર્ડના અધિકારી ડો. સંયમ ભારદ્વાજે જણાવ્યું કે સીબીએસઈ બોર્ડની ૧૦મા અને ૧૨માની પરીક્ષાઓ નક્કી કરેલા સમયમાં જ થશે. હાલ બોર્ડે પરીક્ષા શેડ્યૂલમાં ફેરફાર કરવાનો કોઈ ર્નિણય નથી લીધો. કોરોના દરમિયાન સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષાઓ યોજવા માટે બોર્ડ અને શાળા તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી પણ પરીક્ષાઓ યોજવાને લઇને પણ સકારાત્મકતા જાેવા મળી છે.
હકીકતમાં ૩ એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર ફેક ડેટશીટ વાયરલ થઇ હતી, જે ખોટી હતી. તેને લઇ બોર્ડે વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર પરીક્ષઆઓને લઇ જે ચાલી રહ્યું છે, તેમાં પડવાની જરૂર નથી. બોર્ડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક પરીક્ષા કાર્યક્રમ વાયરલ થઇ રહ્યો છે.

Follow Me:

Related Posts