ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫%,સામાન્ય પ્રવાહનું ૯૧.૯૩% પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ સાથે હવે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ-૧૨ના પરિણામ જાહેર થવા સાથે ધોરણ-૧૦ના બોર્ડના પરિણામની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ ૧૧મેના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પરિણામ જાણવા બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વ.િર્ખ્ત પર મુલાકાત લઈ શકશે. ૧૧મેના રોજ સવારે ૮ વાગ્યે વેબસાઈટ પરિણામ જોઈ શકાશે.
આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-૧૨ના સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડની જાહેરાત મુજબ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર કરાયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું ૯૧.૯૩ ટકા પરિણામ આવ્યું. જ્યારે સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું ૫૧.૩૫ ટકા પરિણામ આવ્યું.રાજ્યમાં ધોરણ-૧૦માં કુલ ૯ લાખ ૧૭ હજાર ૬૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ દરમ્યાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓને આ સંદર્ભે કોઈ પ્રશ્ન હશે તો તે માટે અરજી કરી શકશે.
Recent Comments