પ્રથમ પરીક્ષા પૂર્ણ થતાં સત્ર પણ પૂર્ણ થયું હોવાથી હવે પ્રવેશ આપવામાં આવે તો વિદ્યાર્થી અગાઉના અભ્યાસથી વંચિત રહી જાય. જેથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જીલ્લા શિક્ષણઅધિકારીને પત્ર લખીને જાણ કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી હવે પ્રવેશ માટે આવે તો તેને બોર્ડની ઓફિસે મોકલવા નહીં. ૩૧ ઓક્ટોબર પછી અરજી કરનારને પ્રવેશ આપવામાં આવશે નહીં.કોરોનાને કારણે શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. માસ પ્રમોશન બાદ ધોરણ ૯થી ૧૨માં પ્રવેશ આપવામાં શિક્ષણ બોર્ડે મુદ્દત વધારી આપી હતી. પરંતુ હવે દિવાળીનું વેકેશન શરૂ થતાં પહેલાં પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ છે. જેથી હવે સ્કૂલોમાં પ્રથમ સત્ર પણ પૂર્ણ થયું છે. પ્રથમ સત્ર પૂર્ણ થતાં હવે ધોરણ ૯થી ૧૨માં પ્રવેશ હવે બંધ કરવામાં આવ્યો છે. ૩૧ ઓક્ટોબર સુધી પ્રવેશ માટે આવેલી અરજીને જ માન્ય ગણવામાં આવશે. હવે પછી અરજી કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ નહીં મળી શકે. કોરોનાને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ ૯થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ આપવામાં આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ પણ બોર્ડની કચેરીએ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અરજીઓ પહોંચતી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ૩૧ ઓક્ટોબર સુધી પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી હતી. પ્રથમ સત્ર શરૂ થયા બાદ હવે સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ દિવાળીનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે.
ધોરણ ૯થી ૧૨ના નવા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે

Recent Comments