ગુજરાત રાજ્યમાં ૯ મહિનાના વિરામ બાદ ધોરણ ૧૦ અને ૧૨ની શાળા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૨૦ જાન્યુઆરી આસપાસ શરૂ થઈ શકે છે. ૧૮ જાન્યુઆરીએ સીબીએસઈની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર ધોરણ ૯ અને ધોરણ ૧૧ માટે જાહેરાત કરી શકે છે. તો વળી પ્રાથમિક સ્કૂલ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. પ્રાથમિક શાળા શરૂ થયા બાદ ધોરણ ૧થી ૫ની શાળા શરૂ થઈ શકે છે. કોરોનાકાળના કારણે આશરે ૦૯ જેટલા મહિનાના સુધી બંધ રહેલી શાળાઓમાં ખુલી છે.
આજથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શરૂ થઈ છે. કેન્દ્ર સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ ખોલવા રાજ્ય સરકાર અને શાળા સંચાલકોએ તૈયાર થયા બાદ આ પ્રકારનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે પીજી અને યુજીના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થયું છે. કોરોના કાળમાં શાળા-કોલેજાે બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પહોંચી છે. ઓનલાઈન શિક્ષણ તો ચાલી રહ્યું છે.
શાળા શરૂ કરતા પહેલા વિવિધ મહાનગરોમાં આવેલી શાળામાં સેનિટાઈઝરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાળાએ આવનાર વિદ્યાર્થીઓ મોઢે માસ્ક ફરજિયાત બાંધવાનું રહેશે. હાથને વારંવાર સેનેટાઇઝ કરવા પડશે. દર બે વિદ્યાર્થીઓએ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવું પડશે. કોઈ પણ વિદ્યાર્થીને ખાંસી, તાવ કે શરદી હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક આચાર્યને જાણ કરવાની રહેશે.
Recent Comments