સૌરાષ્ટ - કચ્છ

ધોરાજીના અમિતભાઈ મેવાડાનું દુઃખદ અવસાન થતા સ્વનું ચક્ષુદાન કરાયું

ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા ગણેશપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ મેવાડાના પુત્રનું દુઃખદ અવસાન થતા પોતાના પુત્રનું ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના સેવાભાવી યુવાનોને જાણ કરતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સ્વ. અમિતભાઈ ભરવાડના ચક્ષુદાન માટે ડો. જયેશ વેશેટીયન, ડો. રાજ બેરા, ગૌરવ હાપલીયા તેમજ મેડિકલ ટીમના નીતિનભાઈ સાગઠીયા સહિતનાઓએ ચક્ષુદાનની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ તકે ભરવાડ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને સ્વના ચક્ષુઓ માનવસેવા યુવક મંડળના સેવાભાવી યુવાનોને સોંપાતા તેમના ચક્ષુઓને રાજકોટ સ્થિત જી.ટી શેઠ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

Related Posts