ધોરાજીના દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું
ધોરાજીના કામદાર શેરી વિસ્તારમાં આવેલા દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના શનિવારના દિવસે રાત્રીના ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેનો ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો અને માહોલ ભજનથી ભક્તિમય બન્યો હતો. આ તકે આ ભક્તિ સંગીત કાર્યક્રમમાં જુનાગઢ ભાવનાથના સંત દ્વારા ભક્તજનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ દિનેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દિનેશભાઈ મારુતિરામ પવાર તેમજ તેમના પરિવારજનો દ્વારા ભવનાથથી આ ભક્તિ સંગીત કાર્યક્રમમાં પધારેલા સંતનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments