ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલી રાજકુમાર સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે બાળકો દ્વારા નંદ મહોત્સવ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તકે શાળાના બાળકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં રાધે કૃષ્ણ બાળસ્વરૂપના વેશ ધારણ કરવામાં આવ્યા હતા અને જય રણછોડ માખણ ચોરના નારા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે વિશાળ સંખ્યામાં વાલીઓએ હાજર રહીને શાળાના સ્ટાફ પરિવારની કામગીરીને બિરદાવી હતી
ધોરાજીની રાજકુમાર સ્કૂલ ખાતે નંદ મહોત્સવ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા

Recent Comments