ધોરાજીમાં આગામી તા. ૨૩/૪/૨૦૨૩ના રોજ લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૩મો સમૂહ લગ્નોત્સવ યોજાશે
ધોરાજીમાં લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા આગામી તા. ૨૩/૪/૨૦૨૩ને રવિવારના રોજ શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંકુલમાં ૨૩માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન રજીસ્ટ્રેશન કોઈપણ ચાર્જ લીધા વગર કરી દેવામાં આવે છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માંગતા ઉમેદવારોએ ફોર્મ ભરવા તથા વધુ માહિતી મેળવવા ભારત ટ્રેડિંગ કું. – નરશીભાઈ પાઘડાર જેતપુર રોડ ધોરાજી, મો. ૯૪૨૮૪૬૬૪૪૭ તેમજ ભારત ટ્રેડિંગ – જયસુખભાઈ કોયાણી સ્ટેશન રોડ ધોરાજી, મો. ૯૮૨૫૩૭૫૦૯૩નો સંપર્ક કરવા શ્રી લેઉઆ પટેલ જાગૃતિ મંડળ ધોરાજીના પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments