રવિવાર ના મહેંદી રાત્રી સોમવારે 100 તાજીયા પળ માં આવશે મંગળવારે તાજીયા નું વિશાળ જુલૂસ સાંજે હુસેની કમેટી દ્વારા આયોજિત 110 વર્ષ જૂની નિયાઝ નું પણ આયોજન. ધોરાજી ખાતે ઇમામ હુસેન અને એમના સાથીદારો ની યાદ માં શહીદી પર્વ ની ઉજવણી ખુબજ શાનો શોકાત ની સાથે થઈ રહી છે બહાર પૂરા ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં રઝવી કમિટી દ્વારા રાત્રે 10.થી 11.30 વાગ્યા સુધી હાફિઝ ઉવેસ્ સાહેબ યારે અલ્વી પોતાની જોશીલી જબાન માં તકરીર કરી અને કરબલા ના શહીદો ને ખીરા જ અકી દત પેશ કરવામાં આવી રહી છે.
ધોરાજી માં મોહરમ નિયમિત ખીજડા શેરી માં મહેંદી રાત્રી ની ઉજવણી કરવામાં આવે છે 7 ઓગસ્ટ ના સાંજે 6.00 કલાક થી મહેંદી રાત્રી ની ઉજવણી થશે અને કલાત્મક રોજા ની ઝિયારત કરાવવામાં આવશે તા 8 ઓગસ્ટ સોમવાર ના રોજ સૈયદ શિરાજી માતમ અને બાલ કુંવારા માતમ ની શેજ મુબારક પળ માં આવશેઆ વર્ષે મોહરમની ઉજવણી ખૂબ જ શાનો શોખતની સાથે થશે એવું પીર એ તરીકત સૈયદ હાજી કયુમ બાવા સીરાજી એ જણાવેલ હતું.
તારીખ 8 ઓગસ્ટ ના રોજ બપોરે બે કલાકે ધોરાજીનો સૈયદ રૂસ્તમ માતમ તાજીઓ ઢોલ નગારા ની સાથે અને યા હુસેનના ગગન ભેદી નારા સાથે સૈયદ રૂસ્તમ માતમના હોદ્દેદારો અને વારસદારો સૈયદ જાવીદ બાપુ રૂસ્તમવાલા સૈયદ બશીરમીયા બાપુ રૂસ્તમવાલા અને સમગ્ર રૂસ્તમ માતમના હોદ્દેદારો અને હુસેની અકિદાત મંદોની ઉપસ્થિતિમાં તાજીયા પળમાં આવશે આમ ધોરાજી માં નાના મોટા કુલ 100 જેટલા તાજીયા સોમવાર ના રોજ બપોરે પળમાં આવશે અને રાત્રે સરઘસ રાત માં સમગ્ર શહેર માં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ન્યાજ અને ઠંડા ગરમ પીણા પીવડાવવા આવશે અને મંગળવાર ના રોજ સાંજે 4 કલાકે સૈયદ રુસ્તમ માતમ ના આગેવાનો ની રાહબરી હેઠળ તાજીયા જુલૂસ ચકલા ચોક ખાતે થી નીકળશે અને ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ પોહચશે
ત્યાં દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હુસેની નિયાજ કમિટી દ્વારા 110 વર્ષ થી થતી નિયજ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો લોકો નીયજ નો લાભ લેશે અને રાત્રે 10 કલાકે ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે જશન એ શહિદ એ આઝમ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે જેમાં નામાંકીત આલીમ દિન બયાન કરશે અને સવારે 4 કલાકે તમામ તાજીયા કરબલા તરફ જવા રવાના થશે સૌરાષ્ટ્ર કચ્છ મત્વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી એ જણાવેલ હતું કે ધોરાજી માં તહેવારો માં હિન્દુ સમાજ અને વેપાર ઉદ્યોગ મહા મંડળ અને વેપારીઓ નું પણ ખુબજ સહકાર મળતો આવ્યો છે ધોરાજી માં તાજીયા હોઈ કે અન્ય તહેવાર હોઈ હિન્દુ મુસ્લિમો ભાઈચારા સાથે ઉજવે છે
Recent Comments