ધોરાજી-ઉપલેટા ૭૫ વિધાનસભા સીટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું
ધોરાજી-ઉપલેટા ૭૫ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડેલીયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના સાંસદ રમેશ ધડુક જિલ્લા ભાજપ મંત્રી વગેરે તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ ધોરાજી-ઉપલેટા ૭૫ વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી વિશાળ સંખ્યામાં રેલી કાઢી બપોરે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સાથે પાર્ટીના બંને ઉમેદવારોએ જીતની આશાઓ વ્યક્ત કરી હતી.
Recent Comments