ધોરાજી નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત, ૩ યુવકોના મોત
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત મોડીરાત્રીના એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વંથલી તાલુકાના એક બાઈકમાં સવાર મુસ્તાકમિયા ઈબ્રાહીમમિયા મદારી સૈયદ ઉ વ ૨૯ ધંધો મજુરી તથા ફેજલ બસિરભાઈ રંગોનીયા ઉ વ ૨૨ મજૂરીકામ તેમજ સોહીલ મોહમ્મદ હનીફ મદારી સૈયદ ઉંમર વર્ષ ૧૬ અભ્યાસ નામના વંથલી ગામના ત્રણ યુવકોને ધોરાજી થી જુનાગઢ રોડ પર આવેલ લવલી વે બ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો.
આ ત્રણેય યુવકો પોતાના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામ જઈ રહ્યા હોય એ દરમ્યાન મોડી રાત્રિના અઢીથી ત્રણ વાગ્યા આસપાસ એક ટ્રક સામેથી આવી રહ્યો હોય એ દરમ્યાન કોઈ કારણોસર અકસ્માત થતા આ ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.
ધોરાજી પોલીસ ને આ બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી ત્રણેય યુવકોના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ વધુ આગળ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે અને અજાણ્યા ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Recent Comments