સૌરાષ્ટ - કચ્છ

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરાજીના રસ્તાઓ ઉપર ખખડદજ ખાડાઓ બુરવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર અપાયું

ધોરાજી વિશ્વા હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ ઉપર ખખડદજ ખાડાઓને તાત્કાલિક બુરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની, રાજકોટ જિલ્લા બજરંગ દળના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા તેમજ બજરંગ દળ ધોરાજીના પ્રમુખ સંદીપભાઈ ટોપિયા વગેરે અગ્રણીઓએ ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્રની સાથે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ધોરાજી શહેરના રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ખાડાઓને કારણે સર્જાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત વિશાળ શોભાયાત્રાના રૂટ ઉપર તાત્કાલિક તમામ રસ્તાઓના સમારકામ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ શોભાયાત્રાના રૂટમાં ધોરાજી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ આવતા હોય તે તમામ રસ્તાઓ ઉપર તાત્કાલિક ખાડા પૂરવાની માંગણી કરી હતી અને આ વર્ષે વિશાળ જન્માષ્ટમીની શોભાયાત્રા તેમજ લોકમેળાનું આયોજન ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત જન્માષ્ટમી લોકમેળો તેમજ શોભાયાત્રામાં જોડાવા બાબતે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ અપીલ કરી હતી આ તકે ડેપ્યુટી કલેકટરે તાત્કાલિક રસ્તાઓ રીપેર થાય તે બાબતે જે તે વિભાગને જાણ કરવાની ખાતરી આપી હતી.

Related Posts