ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સમક્ષ રજુઆત

દામનગર શહેર માં આવેલ શ્રી કુંભનાથ તળાવ તેમજ જય ભુરખિયા સરોવર નં -૧ અને જય ભુરખિયા સરોવર નં ૨ સહિત નાના મોટા ચેકડેમ ની જળ સંગ્રહ શક્તિ વધારવા સામાજિક સંસ્થાન ધોળકિયા ફાઉન્ડેશન ને યાચીકા પત્ર પાઠવી નટવરલાલ ભાતિયા એ રજુઆત કરી છે ધોળકિયા ફાઉન્ડેશન અને સરકાર ના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ દામનગર શહેર ને પણ લાભ મળે તેવી વિગતે રજુઆત કરાય છે લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં નમૂના રૂપ જળ સંગ્રહ શક્તિ વધારી આપતી મુહિમ ના પ્રણેતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની સંસ્થાન ધોળકિયા ફાઉન્ડેશન હરેકૃષ્ણ ગ્રુપ ના મોભી ને દામનગર શહેર ના વિવિધ જાહેર જળાશયો શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ઠાંસા રોડ ચેકડેમ જય ભુરખિયા સરોવર સહિત ના ચેકડેમ ઊંડા ઉતારવી આપવા માટે મદદ માંગી છે
Recent Comments