ભાવનગર

ધોળામાં કથા અને ગૌસેવામાં જોડાતાં ભાવિકો

ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાબાપા જગ્યામાં ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શ્રી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. અહી કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે. ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યામાં મહંત શ્રી બાબુરામ ભગત અને યજમાન પરિવારનાં સંકલન સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે, અહીં સંતો, મહંતો સાથે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. વ્યાસપીઠ પરથી ભાગવત કથા વર્ણન કરતાં શ્રી ભાર્ગવ દાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ધોળામાં ભાગવત કથા સાથે ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે. અહી દાતાઓ સંતોના હસ્તે નીરણ આપવામાં આવી. કથા દરમિયાન કાર્યકર્તાઓનાં આયોજન સંકલન સાથે દરરોજ ગાયોને નીરણ આપવામાં આવે છે. આજુબાજુનાં ગામો ઉપરાંત બહારગામથી શ્રી ધનાબાપા સેવક પરિવાર ઉપરાંત ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં કથા લાભ સાથે પ્રસાદલાભ લઈ રહ્યા છે.

Follow Me:

Related Posts