ધોળામાં શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે યોજાશે પાટોત્સવ ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમો ઈશ્વરિયા સોમવાર તા.૪-૧૧-૨૦૨૪ ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે પાટોત્સવ યોજાશે. અહીંયા ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાવિક ભક્તો જોડાશે. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે પાટોત્સવ યોજાશે. બુધવાર લાભ પાંચમ પર્વે શ્રી ધનાબાપા મંદિરનો આઠમો પાટોત્સવ મહંત શ્રી બાબુરામ ભગત અને સેવકોનાં આયોજનથી યોજાનાર છે. અહીંયા સંતો અને દાતાઓનાં ભોજનાલય લોકાર્પણ થશે. પાટોત્સવ પ્રસંગે સવારે થયેલા આ આયોજન મુજબ પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ સાથે પ્રસાદ કાર્યક્રમોમાં ભાવિક ભક્તો જોડાશે. પ્રમુખ શ્રી ગણેશભાઈ ખૂંટ તથા સેવક પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ થઈ છે.
ધોળામાં શ્રી ધનાબાપા મંદિરનો લાભ પાંચમ પાટોત્સવ

Recent Comments