ધોળામાં સંત શ્રી ધનાબાપાની પુણ્યતિથિ ગુરુવારે ઉજવણી
ધોળામાં સંત શ્રી ધનાબાપાની પુણ્યતિથિની આગામી ગુરુવારે થશે ઉજવણી આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં થયેલાં આયોજન ઈશ્વરિયા મંગળવાર તા.૯-૭-૨૦૨૪ ધોળામાં સંત શ્રી ધનાબાપાની પુણ્યતિથિની આગામી ગુરુવારે ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થશે. આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં થયેલાં આયોજનમાં સેવકો જોડાશે. ગોહિલવાડની ઐતિહાસિક જગ્યા શ્રી ધનાભગત જગ્યા ધોળામાં મહંત શ્રી બાબુરામ ભગતનાં નેતૃત્વમાં વિવિધ ધર્મ પ્રસંગ આયોજનો થતાં રહે છે. આગામી ગુરુવારે સંત શ્રી ધનાબાપાની પુણ્યતિથિની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થશે. ધોળામાં આ ધર્મસ્થાનમાં શ્રી ધનાબાપા સેવા સંસ્થાન અને અગ્રણીઓનાં સંકલન સાથે આ પ્રસંગે આરતી, પૂજા, કથા સત્સંગ , ગાયોને નીરણ, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ, કીડિયારું અને ભાવિકોને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં આયોજન થયેલાં છે. સંસ્થાનાં પ્રમુખ શ્રી ગણેશભાઈ ખુંટ અને સભ્યો તથા સેવકો દ્વારા સૌ ભાવિક ભક્તોને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.
Recent Comments